પ્રસંગે-પ્રસંગે નિખરતું જવાનું
પછી,એ પ્રસંગો વિસરતું જવાનું !
શિરસ્તો હતો કાલ,’ને આજપણ છે
ન જીતી શકો તોય,રમતું જવાનું !
રહી કયાં કદી કોઇની બંધમુઠ્ઠી ?
ઉઘડતાં-ઉઘડતાં,ઉઘડતું જવાનું !
ઘડી,પળ,બધું હોય છે પૂર્વ નિશ્ચિત
સમય ફેરવે એમ,ફરતું જવાનું !
નથી આપણું મૂલ્ય ઝાકળથી ઝાઝું
ટપકતાં-ટપકતાં નિતરતું જવાનું !
#મૂલ્ય