Gujarati Quote in Motivational by Chhaya Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#મુલાકાત
મારી મુલાકાત નદી જોડે થઈ.તેણે મને કહ્યું હું જેમ કચરા નો સંગ્રહ કરતી નથી ,
તેમ તું પણ નબળા વિચારો નો સંગ્રહ ન કર.મન ને નિમઁળ બનાવી દે.
મારી મુલાકાત વૃક્ષ સાથે થઈ.તેણે કહ્યું હું જેમ પરોપકાર કરુંછું જેમકે મુસાફરો
ને છાયા આપું છું, ફળ-ફુલ આપું છું. પંખી ઓ માટે રહેવાનું ધર બનું છું . તેમ
તું પણ બીજા દુઃખી ગરીબો ની વાતો સાંભળી તેમને આશ્ર્વાસન , સહારો આપ.
મારી મુલાકાત ફુલ સાથે થઈ. તેણે કહ્યું સુવાસ, સૌંદર્ય ને કોમળતા મારા ગુણો
છે. તેમ તું પણ તારા ગુણો ની સુવાસ ફેલાવ. અને દરિદ્રો પત્યે કોમળ હદય
રાખી, મદદ કરી તારું સૌંદર્ય વઘાર.
મારી મુલાકાત પવઁત સાથે થઈ.તેણે કહ્યું હું જેમ ઉંચો ને અડગ છું. તેમ તું
પણ તારા કાયઁ માં પગતિ કરી ઉંચાઇમેળવી સિઘ્ઘી હાંસિલ કર. અને તારા
કાયઁ માં અડગ રહે.
મારી મુલાકાત સવાર ના ઉગતા સુરજ સાથે થઈ. તેણે મને કહ્યું હું જેમ પકાશ
આપું છું.તેમ તું પણ તારા જીવન માં પકાશ પાથર ને બીજા ને પકાશ આપ.
મારી મુલાકાત રાત્રિના સમયે ચાંદ સાથે થઈ . તેણે મને કહ્યું હું જેમ રાત્રિમાં
ચાંદની અને શીતળતા અપઁણ કરું છું તેમ તું પણ તારી વાણી માં મીઠાશ
અને મઘુરતા રુપી શીતળતા અપનાવ.

Gujarati Motivational by Chhaya Shah : 111395122
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now