when we give gift to Brahmin why we put tulsi patra on it
બ્રાહ્મણોને અપાતી દક્ષિણા ઉપર તુલસીપત્ર કેમ મૂકવામાં આવે છે
દરેક વ્યક્તિના ઘરની અંદર સાર પ્રસંગે પુજા-વિધી બ્રાહ્મણ દ્વારા જ કરાવવામાં આવે છે. દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ પ્રમાણે બ્રાહ્મણને દાન પણ આપે છે. પણ શું તમને ખ્યાલ છે કે બ્રાહ્મણને અપાતી દક્ષિણા ઉપર તુલસીપત્ર કેમ મૂકવામાં આવે છે તેની પાછળ શું ભાવ છે. આજે અમે વાત અહીં જણાવીશું.
બ્રાહ્મણને અપાતી દક્ષ્ણા પર તુલસીપત્ર મુકવાની પ્રણાલિકા આપણી સંસ્કૃતિમાં પેહલાથીજ ચાલી આવે છે. 'इदं न मम श्रीकृष्णार्पणमस्तु' એટલે આ મારું નથી કહીને કૃષ્ણાપ્રણ કરીએ છીએ. ભગવાનને ધરવાના ભોગમાં અને જળમાં પણ તુલસીપત્ર મૂકીને ભગવાનને ધરીએ છીએ. એમા પણ એ ભાવ છે કે ભગવાન, આ મારું નથી તારું છે. તને અર્પણ કરેલું છે અને ત્યાર પછી ભગવાનને અર્પણ થયેલું આપણે પ્રસાદ તરીકે સ્વીકાર કરીએ છીએ.
તે જ રીતે આ દેહ મારો નથી પણ ભગવાનનો છે. ભગવદ્ અર્પિત છે તેના પ્રતીક તરીકે આ દેહ ઉપર તુલસીપત્ર મૂકવું જોઈએ. પરંતુ તુલસીદળ એમને એમ મૂકે તો રહે નહીં, તેથી તેને દોરામાં પરોવી શરીર ઉપર પહેરી લેવાનું તેમ કરવું પણ અનુકૂળ નથી કારણ કે તુલસી તો સુકાઈ જાય, તેથી મણકા બનાવી દોરામાં પરોવી શરીર ઉપર પહેરી લીધા અને તે એટલે તુલસીની કંઠી.