#મુલાકાત
એ મુલાકાત પણ જાણે અજીબ હતી
સાથ હતા છતાં પણ દિલની દુરી હતી
સમુહ આખો વ્યસ્ત હતો એક ઉદ્દેશથી
મુલાકત સંજોગથી બની એક ઉદ્દેશથી
શું ખબર હતી કે એ જ સંબંધમાં આવશે
જે સાથે રહીને અજાણ હતા એકમેકને
એક મુલાકાત એવી યાદગાર બની હતી
જે આજે ઈશની ઈચ્છા સમજાઈ હતી
સમયની એક નવી ચાલ ગજબની હતી
એક મુલાકાતની અસર પ્રણય બની હતી
બિંદીયા