સપનામાં થાય છે મુલાકાત એમની,
આંખ ખોલું તો બસ યાદ છે એમની,
ચહેરો નથી દેખાતો મુલાકાતમાં એમનો,
અહેસાસ સુંદર થાય છે સપનામાં એમનો,
બંધ આંખોથી તો કરી મુલાકાતો અનેક,
ઈચ્છા છે હકીકત કરવાની એ યાદ દરેક,
થઈ જાય જો હકીકતમાં મુલાકાત એમની,
બનાવી દઉં ખાસ એ મુલાકાત બંનેની.
#મુલાકાત