મુલાકાત જીવનનો એક એવો ભાગ જ્યાં જીવનની મંજિલ પણ મળી શકે છે ને કયારેક મળેલી મંઝિલ ખોવાઇ શકે છે
મુલાકાત તો ઘણા વચ્ચે થઇ શકે
ભગવાન તેના ભક્ત સાથે
બે મિત્રોની મુલાકાત
બે પ્રેમીઓની મુલાકાત
ગુરુ શિષ્યની મુલાકાત
તો દરિયા ને નદીની મુલાકાત....
મુલાકાત મારે પણ થઇ..પણ જીવનમાં આ મુલાકાત શું હતી..મારા જીવનના કેટ કેટલા રસ્તાઓ બદલી નાખ્યા...એ મારી મુલાકાત હતી
મુલાકાત થઈ પહેલા એ ચહેરાથી જેને મંઝિલ બાંધી કઇક અનેરી..પણ શું તે મુલાકાત હતી?
મુલાકાત વધી રોજની...સમય જતાં નજીક પણ થયાં એકબીજાના...પણ મિત્રો વાતો જ ન હતી...તો શું એ મુલાકાત હતી?
મિત્ર કહેવાય એ પરિબળ પણ ન હતું...તો શું એ મુલાકાત હતી?
વાતો પણ કેમ થાય યોગ્ય ને અયોગ્યના ચક્કરમાં જે ફસાઇ હતી બુદ્ધિ...
વાતો પણ બની પણ તેની બીજા સાથે...અમારે તો મૌન જ હતુ ...તો શું એ મુલાકાત હતી?
શું કરીએ બુદ્ધિનો ડોળ છે
હદયની લાગણીઓ ભરપૂર છે
શબ્દોથી તો ક્યારનુંય કહી નાખ્યું પ્રેમ નુપુર છે
...
પણ એ મુલાકાત થશે?
ચિંતા હદયની છે કે સમજાશે
ત્યારે અમે હોઇશુ.
વાત બીજા સાથે ન થાય એ પ્રાર્થના હજુય છે
... પણ શુ તે મુલાકાત કરાવશે?
#મુલાકાત