#મુલાકાત
આજ ઈશ્વરના બંધ બારણે
એક મુલાકાત થઈ ગઈ
આંખો બંધ હતી મારી ને અનેક વાત થઈ ગઈ..
જાણે-અજાણે મારા થી આ દુનિયા કેમ બંધ છે ?
એની ફરિયાદ થઈ ગઈ શું કરશે પ્રભુ એ લોકો,
જે રોજ થોડું લાવી થોડું ખાય છે? એ જ બાલ અબાલ, વૃદ્ધો આ જ ઘરમાં પુરાય છે ધમ-ધમ
માનવ થી ચાલતી આ ધારા એક નાના વાઈરસ
થી જાણે એકદમ શાંત થઈ ગઈ ?
આજ ઈશ્વરના બંધ બારણે
એક મુલાકાત થઈ ગઈ
આંખો બંધ હતી મારી ને અનેક વાત થઈ ગઈ..
આવું કેટલા દિવસ હજુ દીનાનાથ ચાલશે ?
વિશ્વ આજ સંકટમાં છે પ્રભુતું એને ઉગાર જે,
જો કોઈ ભૂલ થઈ હોય અમારી તો આજ એ
પણ અમને સમજાવજે મેં જાણ્યું છે દરેકને
સજા તારી જ સરખી છે ? શું તારી પણ ભૂલ છે,
ક્યાંકને ક્યાંક મંદિરના દરવાજા પણ બંધ છે ?
આ જ ઈશ્વરના બંધબારણે
એક મુલાકાત થઈ ગઈ
આંખો બંધ હતી મારી ને અને એક વાત થઈ ગઈ..
ઈશ્વર આજ જુએ છે મને એક વાત કહી જાય છે
છળ- કપટની આજે દોડમાં માણસને માણસાઈ ભૂલી જાય છે ક્યાંક નાની બાળકી કિશોરી આજ રોજ પિખાય છે, સૃષ્ટિના કણ કણમાં હું જ છું માણસ આજે કેમ ભુલી જાય છે? ખાવાનું શું ઓછું હતું તો નિર્જીવ પશુ પંખી ને ખાય થાય છે સજા તમે સરખી આપી આજ મંદિર મસ્જિદ દરેક સ્થળ સૃષ્ટિ આખી જ બંધ છે, ક્ષમાયાચના સાથે,
હશે પ્રભુ તું માફ કર ઈશ્વર "સૌથી મોટો ધર્મ છે
માનવતા નો માનવતા ક્યારે ભુલાય નહી
હું માફ કરું છું ને માફ કરીશ ભૂલ આ થાય નહીં."
આજ ઈશ્વરના બંધબારણે
એક મુલાકાત થઈ ગઈ
આંખો બંધ હતી મારી અનેક વાત થઈ ગઈ..
સુનિલ કુમાર શાહ