વાત છે એ દિવસ ની ગઈ હું વીરપુર બજાર માં
દોસ્તો સાથે ખૂબ ફરી હું વીરપુર બજાર માં
જલારામ બાપા ના અદભૂત દર્શન કર્યા
દિલ થી બાપા ને અમે યાદ કર્યા
ચમકતી બંગડીઓ ને મારું બન મોહી દીધું એ રાત્રિ બજાર માં
મારું મન ખુશ કરી દીધુ ચંપલ ની દુકાન માં એ રાત્રિ બજાર માં
દોસ્તો સાથે મલી ને ખુબ પાણી પૂરી ખાધી એ રાત્રિ બજાર માં
દોસ્તો સાથે મલી ને ખરીદી કરી એ રાત્રિ બજાર માં
દિલ ખુશ થઈ ગયું એ વીરપુર ની રાત્રિ બજાર માં
હું મારું દિલ ખોઈ બેઠી એ વીરપુર રાત્રિ બજાર માં
ક્યારે નઈ ભૂલું એ રાત્રિ બજાર
જીવન ની ડાયરી ના સુવર્ણ અક્ષર એ નોધાઇ ગયું એ રાત્રિ બજાર
-princithakkar