» 5 અપશુકન, 5 Bad Omen in Life will lead to Bad Luck
તમારી સાથે થાય જો આ 5માંથી 1 ઘટના તો સમજો, ભવિષ્યમાં થઈ શકે છે અનિષ્ટ
શુકન શાસ્ત્ર ભારતીય સાહિત્યનો ખૂબજ પ્રાચીન ગ્રંથ છે. આ ગ્રંથમાં આપણા દૈનિક જીવનમાં ઘટતી ઘણી નાની-નાની ઘટનાઓ વિશે વિસ્તૃતમાં જણાવવામાં આવ્યું છે. જેમાંથી કેટલીક ઘટનાઓને શુકન-અપશુકન સાથે જોડવામાં આવી છે, શુકન એટલે શુભ અને અપશુકન અને અશુભ. જો કોઇ કામ પહેલાં શુકન થાય તો સફળ અને શુભ ફળ મળે છે અને જો અપશુકન થાય તો દુ:ખ અને અસફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે. સાથે-સાથે આ ગ્રંથમાં એવા કેટલાંક અપશુકન વિશે પણ જણાવવામાં આવ્યું છે, જેનાથી ભવિષ્યમાં આવનાર મોટી સમસ્યાઓના પણ સંકેત મળે છે. આજે અમે તમને આવાં જ કેટલાંક અપશુકન વિશે જણાવી રહ્યા છીએ.
1. પૂજા સમયે ભગવાનને કરેલ દીવો, કોઇ કારણસર ઓલવાઇ જાય તો, આ એક અપશુકન ગણાય છે. ભવિષ્યમાં આવનાર કોઇ સમસ્યાનો સંકેત આપે છે.
2. રાત્રે ઘરની બહાર કૂતરાં રડે તો તે અપશુકન ગણાય છે. આમ થાય તો કૂતરાંને ત્યાંથી ભગાડી મૂકવાં જોઇએ.
3. કોઇ કામથી બહાર જતા હોઇએ અને બિલાડી રસ્તો કાપે તો અપશુકન ગણાય છે. તેનાથી કોઇ મોટી દુર્ઘટના ઘટી શકે છે.
4. ઘરેથી નીકળતી વખતે કોઇ પાછળથી બૂમ પાડી ટોકે તો તે અપશુકન ગણાય છે. તેનાથી કામમાં સફળતા નથી મળતી.
4. ઘરેથી નીકળતી વખતે કોઇ પાછળથી બૂમ પાડી ટોકે તો તે અપશુકન ગણાય છે. તેનાથી કામમાં સફળતા નથી મળતી.
5. ઘરમાં દિવાલ પર લટકાવેલ ભગવાનની તસવીર કે મંદિરમાં મૂર્તિ અચાનક નીચે પડી જાય તો તેને અપશુકન જ સમજવું જોઇએ.
આ 5 માંથી કોઇ 1 ઘટના પણ ઘટે તો વ્યક્તિએ સાવધાન થઈ જવું જોઇએ. અને શક્ય હોય તો ઘરે થોડીવાર બેસી પાણી પીને જ કામ માટે નીકળવું.