પગરવ સંભળાય છે કોઇ ના ને ઉતાવળી થઇ હું દોડું.
તારા આવવા ના એંધાણ હજુ સુધી ભ્રમ માં હૂ ફરૂ.
ખબર છે કે તું નહીં આવે
છતાંય પણ એક આશા મનમાં ધરૂ.
ના જોઈ તને નિરાશ થઈ પાછી વળુ હું .
સમજાવતી મનને મનાવતી પણ.
ત્યાં આંખડી જ ઊભરાતી
દડદડ વહી જતી આંસુડા ની ધાર વાત ક્યાં મારી માનતી.
તારા આવવા ના ભ્રમ માં
હજુ સુધી હું જીવતી.
ક્યાં ખબર હતી કે આ ખોટા ભ્રમ માં રોજ થોડી થોડી હું મરતી.