સ્ત્રી-પુરુષ
મારા ખ્યાલથી સ્ત્રી-પુરૂષ બન્ને અલગ જ છે,
જ્યારે પ્રકૃતિ એ જ બે જુદાજુદા લિંગ બનાવ્યા છે
સ્ત્રીલિંગ અને પુલ્લિંગ તો આપણે કોઈ નથી તેને સમાન બતાવનારા .
હા તો માનું છું કે બંને અલગ છે,
પરંતુ લોકો જે સરખામણી કરે છે સ્ત્રી-પુરુષની તે તદ્દન ખોટી વાત છે . મારો મતલબ એ છે જો એક સામાજિક ઉદાહરણ લઈએ તો જેમ સ્ત્રી માતા, દીકરી,પત્નીની ફરજ બજાવે છે તેવી જ રીતે પુરુષ પણ પિતા,દિકરો અને પતિની ફરજ બજાવે છે, તો બંને સરખું સામર્થ્ય ધરાવે છે .
અને સાહેબ વાત કરું આજના જમાનાના સ્ત્રી પુરુષની તો લખી લખીને ખૂટે એટલા આગળ વધી રહ્યા છે .
પુરુષો જ નહીં હવે તો બંને સ્ત્રીઓ અને પુરુષો એક જ પ્લેટફોર્મ શેર કરતા થઈ ગયા છે.
સ્ત્રીઓ પણ સાક્ષરતાનો મેળવવામાં ખૂબ આગળ આવી છે જેનો એક સ્ત્રી તરીકે મને ખૂબ ગર્વ છે.
એક જ પ્લેટફોર્મ એટલે જેવી તેવી વાત નથી ઘર ચલાવવાથી લઇ પૈસાના ઇન્વેસ્ટમેન્ટ સુધી સ્ત્રી અને પુરુષ સરખા બનતા જાય છે. કદાચ સાક્ષરતા સૌને બુદ્ધિ સાથે કૌશલ્ય પણ આપે છે .
અંતે કહીશ સ્ત્રી અને પુરુષ બંને સામર્થ્યવાન હોય છે,
કોઈ સ્ત્રી નબળી નથી હોતી કે કોઇ પુરૂષ બેકાર નથી હોતો બસ થોડી સમજણ સાથે થોડું શિક્ષણ ઉમેરાય
ત્યાં સૌની જિંદગી અવશ્ય બદલાય છે.
DJC✌️
(Follow my page on Instagram for good gujaratiquotes @savicha_sara_vichar)