#ઉતાવળું #પ્રભુ ...✍️
શું ફરીયાદ કરું ઈશ્વરને "આજે
આ ઉતાવળથી ચાલતી દુનિયા માં,
બાળપણ મારું ક્યાં ખોવાયું
રમતો હતો એ મારું આંગણું ખોવાયું
નથી છીપાતી એ તરસ ફ્રીજના પાણી થી,
રસોડામાં રમતું એ પાણિયારું ખોવાયું
બધી મળી બેડરૂમમાં મને સગવડ પણ,
મીઠી નિંદર માણતું એ ઘોડિયું ખોવાયું
નથી આવતું લુછવા આંસુ આજે કોઈ,
મારી માં લૂછતી એ આજ ઓઢણું ખોવાયું
રમવા મળ્યું મોંધુ ફોન જેવું રમકડું એકલું આજે,
પણ ના મળ્યું મારી શેરીમાં ભાઈબંધો નું ટોળું આજે
મોઘા-મૂલના મળ્યા પુસ્તકો બજારમાં આજે,
ના મળ્યું મારા નિશાળનું જુનવાણી દફતર ક્યાંય આજે
શું ફરીયાદ કરું ઈશ્વરને " પ્રભુ
આ ઉતાવળથી ચાલતી દુનિયા માં
મારું બાળપણ ખોવાયું...!
લિ: પ્રભુ...✍️