મીઠા મધુરા સાથેની મુલાકાત.
ઘણી સારી આ મુલાકાત.
કંઈક જાણવા સમજવાની આ શરૂઆત.
હોઠે ઉઠેલી ને અંતે હૈયે ઉતરેલી વાત,
લાગે એવું કે હવે, સવાર સાંજ સાથીને સાચેજ આવશે યાદ.
કોતર મન ને નજરની ગાંઠ હવે કાયમ પાકે પાકી.
ન સાંભળયુ હોય? તો આ જગ જાણસાર.
મીઠા મધુરાની મુલાકાત, મારા પ્રણય ની પ્રથમ કબુલાત.
હવે પ્રીતભેર પરણું તને એ જ મારા પ્રેમની સારવાર...
વીજભગત