દોડાવ્યા કરે છે શહેર મને... ગામડાનો હાથ છૂટ્યા બાદ,
ઘણું બધું છૂટી ગયું ત્યાં ને ત્યા
ગામડાનો હાથ છૂટ્યા બાદ...
હજુ પણ મને બોલાવ્યા કરે છે ઘર, ફળિયું,પાણીઆરુ ને સરકારી નિશાળ,
બાળ જીવન મારું છૂટી ગયું છે
ગામડાનો હાથ છૂટ્યા બાદ...
હું જીવું છું ખાબોચિયા રૂપી રોજ બરોજ
મારા પાણીની રેલમછેલમ છૂટી ગયું છે
ગામડાનો હાથ છોડ્યા બાદ...
બાળકોને પ્લાસ્ટિકના રમકડાં,પોસ્ટર અને ટેલિવિઝન માં દેખાડું છું હું ગાયુંના ધણ,
દૂધ,છાશ ને દહીંની દોણીયુ છૂટી ગયું છે
ગામડાનો હાથ છૂટયા બાદ
-ભ્રાંતિબા વાઢેર
pic-dk_hadwani