વિધિ ના લેખ
વિધૉ બેટા ભાઈને ફોન કરીને પુછતો ખરા ક્યારે આવશે છ મહિના થવા આવ્યાં, તારા પપ્પા મૃત્યુ પામ્યાં ત્યારે કહ્યું હતું હું નિકળી જાઉ છું. પછી તેને કામ આવી ગયું તો બધી વિધિ પતી ગઈ અને આટલો ટાઈમ થઈ ગયો છતાં તેને ટાઈમ ન મળે. આ વખતે મને ફોન દેજે મારે તેને ખીજાવુ છે મા અને બહેન પ્રત્યે તેની કંઈ ફરજ બને કે નહીં.
ભલે કહી વિધૉ બીજા રૂમમાં જઈ રૂમ બંધ કરીને ભાઈના ફોટાને હાથમાં લઈને રડવા લાગી. અને કહેવા લાગી કે "ભાઈ તુતો પપ્પાની સાથે જતો રહ્યો પણ માને જીવતી રાખવા હું ક્યાં સુધી ખોટું બોલી શકીશ?મમ્મીને બે એટેક તો આવી ગયા છે.એક નાનકડો આઘાત જીવલેણ શાબીત થઈ શકે તેમ છે હું શું કરું?"
સમાપ્ત