"કહેવામાં કંઈ સાર નથી"
પોતાનાં અથડાય છે હવે પિડાનો કોઈ પાર નથી;
માત્ર સાંભળ ધ્યાનથી હવે કહેવામાં કંઈ સાર નથી.
કુદરતને પણ સ્વીકારવા કોઈ હવે તૈયાર નથી;
માત્ર સાંભળ ધ્યાનથી હવે કહેવામાં કંઈ સાર નથી.
રંગબદલતી આ દુનિયામાં હવે મુખૌટાનાં પાર નથી;
માત્ર સાંભળ ધ્યાનથી હવે કહેવામાં કંઈ સાર નથી.
કદમને મક્કમ બનાવ હવે થાકેલાનાં કામ નથી;
માત્ર સાંભળ ધ્યાનથી હવે કહેવામાં કંઈ સાર નથી.
"આશ" આભે ઉડવાની રાખ કાયરનાં હવે કામ નથી;
માત્ર સાંભળ ધ્યાનથી હવે કહેવામાં કંઈ સાર નથી.
હરપળ નેહ અપાર રાખ હવે નફરતને કોઈ સ્થાન નથી;
માત્ર સાંભળ ધ્યાનથી હવે કહેવામાં કંઈ સાર નથી.
બની બતાવ તું દરિયાદિલ બાકી બિંદુને હવે માન નથી;
માત્ર સાંભળ ધ્યાનથી હવે કહેવામાં કંઈ સાર નથી.
જરૂરિયાતોનાં સોદા છે "રાધે" હવે આપસમાં માન-સન્માન નથી;
માત્ર સાંભળ ધ્યાનથી હવે કહેવામાં કંઈ સાર નથી.
(Radhika Goswami ~ "આશ")