એક મુલાકાત ધારણા કરતા ઘણી સુંદર હતી .
સાથોસાથ ચોમેર મોહક સુગંધ હતી .
મીત અને પ્રીત ની જોડ વધારે ચુંબક હતી .
સ્થિર થયેલ આંખો ને ઝબકવા ફુરસત ન હતી .
લથડતી જીભમાં શરૂઆતી શબ્દો ની સૂઝ ન હતી .
છતાં દિલમાં તો ઉભરતી ઉમંગ અતૂટ હતી .
એકાંત અને આરંભ ના મંથનની અદભૂત જીત હતી .
માટે જ તો ,
જર્જરિત જીવનમાં નવીન યુગ ની અમૂલ ક્ષણ હતી .
વિજ્ભગત ...................