Gujarati Quote in Microfiction by Kinjal Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નાલંદાનો લોહિયાળ ઇતિહાસ

આજે આપણે ભારતના એક એવા વિશ્વવિદ્યાલયની વાત કરશું જે વિશ્વભરમાં વિખ્યાત હતી. જે વિદ્યાપીઠમાં વિશ્વના ખૂણા ખૂણામાંથી અભ્યાસ માટે વિદ્યાર્થીઓ આવતા. ભારતમાં ફક્ત આ એક જ વિદ્યાપીઠ નહોતી, આવી ઘણી વિદ્યાપીઠ હતી જેની પર આજે પણ ભારતવાસીઓને ગર્વ હોવો જોઈએ. છતાં પણ જો નાલંદા વિદ્યાપીઠ આટલી વિખ્યાત છે એના બે કારણ છે એમાંથી એક છે કે આ વિદ્યાપીઠમાં લાખો પુસ્તકો જ્ઞાનથી ભરેલા હતા અને બીજું કારણ છે કે એ જ જ્ઞાનના કારણે થયેલ વિનાશ.

આ વિદ્યાપીઠની સાથે સાથે એમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, અધ્યાપકો સાથે સમગ્ર જનસંખ્યા બળીને ભસ્મ થઇ ગઇ. એ દિવસે અહીં જ્ઞાનની સરિતા નહિ પણ લોહીની નદીઓ વહી હતી અને આ કોઈ પહેલો હુમલો નહોતો. આ પહેલા પણ નાલંદા ઘણી વાર વિનાશનો સામનો કરી ચૂકી હતી. નાલંદા પર પહેલો હુમલો મિહિરકુલા દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ એને ફરીથી બાંધવામાં આવી હતી. ત્યારબાદ ગૌદાસ દ્વારા વિનાશ વેરવામાં આવ્યો જેણે રાજા હર્ષવર્ધને ફરી બનાવી. ત્યારબાદ ત્રીજો હુમલો બખ્તિયાર ખીલજી દ્વારા ૧૧૯૩ માં કરવામાં આવ્યો. ત્યારબાદ તાજેતર ના કામ સિવાય કોઈ જ કામ નથી કરવામાં આવ્યું

એમ તો આ સત્યથી બહું ઓછા લોકો અવગત હશે નાલંદાના વિનાશ પાછળનું કારણ વિશે. કહેવામાં આવે છે કે એક સમયે બખ્તિયાર ખીલજી બીમાર થયો અને એના બધા જ હકીમો એ હાર માની લીધી ત્યારે નાલંદા ના મુખ્ય અધ્યાપક રાહુલ શ્રી ભદ્રાને સંપર્ક કરવા કહેવામાં આવ્યું.

બખ્તિયાર ખીલજીની ઇસ્લામિક ધર્મ માટે બહુ ગર્વ હતો એટલે બીજા ધર્મગુરુ પાસેથી ઉપચાર કરાવવાની ચોખ્ખી ના પાડી દીધી. પણ દિવસે દિવસે તબિયત વધારે બગડતા આખરે રાહુલ શ્રી ભદ્રાનો સંપર્ક કરવામાં આવ્યો અને એમણે ખીલજીની સભામાં બોલાવવામાં આવ્યા. ત્યારે બખ્તિયાર ખીલજીએ શરત રાખી કે એ કોઈ જ પ્રકારની ઔષધી નહિ ગ્રહણ કરે. આખરે અધ્યાપક ભદ્રાએ એણે ફક્ત કુરાન વાંચવાનું કહ્યું, ફક્ત આ જ એક ઈલાજ છે એટલું કહી ત્યાંથી ચાલ્યા ગયા.

થોડા દિવસમાં બખ્તિયાર ખીલજીની તબિયતમાં સુધારો આવવા લાગ્યો એટલે કારણ જાણવા માટે સૈનિકોને મોકલવામાં આવ્યા. કારણ ખબર પડતા બખ્તિયાર ખીલજી ખૂબ જ ગુસ્સે ભરાયો અને ગુસ્સામાં નાલંદા વિદ્યાપીઠના જ્ઞાનને નષ્ટ કરવાનું નક્કી કરી નાલંદા તરફ કૂચ કરી.

નાલંદાના વિનાશ સમયે બખ્તિયાર ખીલજી એ કેટલાય સન્યાસીઓ, વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની હત્યા કરી અને પુસ્તકાલયને આગ લગાવી દીધી. પુસ્તકાલયમાં રાખવામાં આવેલ ૭ લાખ પુસ્તકો બળીને ખાખ થઈ ગયા. નાલંદા વિદ્યાપીઠ સંપૂર્ણ રીતે નષ્ટ થતાં ૩ માસ લાગ્યા હતા.

આ વિનાશમાં ભારતની અમૂલ્ય ધરોહર બળીને રાખ થઇ ગઇ. જ્યારે ભારત પાસે જ્ઞાનનો ભંડાર હતો એ થોડી વારમાં શૂન્ય થઇ ગયું. આજે જો નાલંદા વિદ્યાપીઠ સલામત હોત તો ભારત વિશ્વમાં કોઈક અલગ જ દરજ્જા પર હોત. ભારત પોતાના જ્ઞાન માટે એટલો જ પ્રખ્યાત હોત જેટલો દયાભાવ માટે છે.

આ છે નાલંદા વિદ્યાપીઠ નો લોહિયાળ ઇતિહાસ જેના વિશે બહું ઓછા લોકો જાણે છે. નાલંદા વિદ્યાપીઠ નો ઇતિહાસ પણ એટલો ભવ્ય છે જેટલા આપણ સંસ્કાર અને સિદ્ધાંતો.

- કિંજલ પટેલ (કિરા)

Gujarati Microfiction by Kinjal Patel : 111392497
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now