Gujarati Quote in Poem by Dhiren Gajjar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંત તરફ દોટ આંધળી મૂકી હતી આ દુનિયાએ,
એના અંતને ઠેલવવા આ વિરામ જરૂરી હતો..

શોખીન તો હતાં બધા પણ શોખ ભૂલી ગયા,
એ શોખ પાછાં કેળવવા આ વિરામ જરુરી હતો..

લોકોએ પક્ષ બદલ્યો,પક્ષોએ સરકાર બદલી,
રૂંધાતી લોકશાહી માટે આ વિરામ જરૂરી હતો..

રચ્યા કુદરતે દૃશ્યો ઘણા, ઘણા રંગો વિખેર્યા
કુદરતના એ રૂપને માણવા આ વિરામ જરૂરી હતો..

ઈન્ટરનેટ થકી વિશ્વ થયું નાનું, અંતર થયું ખતમ
મિથ્યા એ તોડવા આ વિરામ જરૂરી હતો..

નવા સંબંધો બહુ બાંધ્યા,જૂના ટકાવી ના શક્યા,
એ સંબંધો તાજા કરવા આ વિરામ જરૂરી હતો..

કમાયા થોડું અને વાપર્યું ઘણું દેખાદેખીમાં,
હિસાબ એનો મેળવવા આ વિરામ જરૂરી હતો..

એકબીજાને સમજાવ્યા સહુએ, ખુદને સમજ્યા નહિ,
એ સમજદારી કેળવવાં આ વિરામ જરૂરી હતો..

ઓળખાણો નવી વિકસાવી ઘણી અને વાપરી પણ,
ખુદની ખુદથી ઓળખાણ માટે આ વિરામ જરૂરી હતો..

Gujarati Poem by Dhiren Gajjar : 111392376
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now