#અંતિમ
એ અંતિમ યાદ હજીય યાદ છે,
ભલે ભુતકાળમા કાળા અક્ષરે લખાયેલ છે.
એ અંતિમ વાત હજીય કાયમ છે,
ભલે હદયને એણે કેટકેટલું દુભાયેલ છે.
એ ચહેરા હજીય પસાર થાય છે,
ભલે લોહીના છાંટાથી ખરડાયેલ છે.
એ આંખો હજીય દેખાય છે,
ભલે આંસુઓથી ભરાયેલ છે.
એ ક્રુર રમત હજીય ખેલાય છે,
ભલે સપનામા જ રોજ રમાયેલ છે.
એ અંતિમ સાથના જુઠ શમણાં હજીય અનુભવાય છે,
ભલે દગાથી જ હમેશાં કહેવાયેલ છે.
એ અંતિમ પ્રેમથી હજીય પ્રેમ થાય છે,
ભલે ક્ષણનુ સુકુન અને જીવનભર માટે નફરતથી કરાયેલ છે.