" અંતિમયાત્રા,"
કેવા ઠાઠથી નીકળતી અંતિમયાત્રા હશે!
ચાર સ્વજનોની કાંધ ઉંચકવા ભાર હશે!
સેંકડો લોકો પાછળ વિદાય આપવા હશે!
બધાની આંખમાં આંસુ સાચા કે ખોટા હશે!
કંઈક ખામી ખુબીઓની વાતો થતી હશે!
થોડ દિવસોમાં ફરી બધું એમનું એમ હશે!
આજ સુધી નિભાવ્યા અનેક વ્યવહારો હશે!
ખુદના પ્રસંગમાંજ ખુદની ગેરહાજરી હશે!
હવેતો બસ અહીંથી ત્યાંજ જવાનું હશે!
સાથે ક્યાં કંઈ સામાન લઈ જવાનો હશે!
જીવનભરના કર્મોજ સાથે આવવાના હશે!
કસોટીની એરણેતો આ જિંદગી ચડી હશે!
'મૃત્યુ'તો નિરવ શાંતી આપી જતું હશે!
આ શરીર તો પંચતત્વમાં ભળી જતું હશે!
કુસુમ કુંડારિયા,