પાષાણની માફક ના બનીશ તું... મારી પ્રાર્થનાઓ, મારી ચાર જ્યોત આ બધાનુ શું થશે? છેલ્લા શબ્દો એવુ હવે ના બોલીશ તું.. કારણ કે આવા બધા શબ્દો મને ઊંડો ઘા આપે છે હો! સંબંધો, ફરજ, જન્મ, મરણ, મિલન આ બધું પ્રભુનાં હાથમાં છે, આપણા હાથમાં કશું નથી હોતું. પણ જે તમારી તાકાત હોય એની સામે તો નબળું ન પડાય ને! હું મક્કમપણે જવાબદારીઓને વહન કરૂ છું અને મારું બેસ્ટ આપું છું.. મનમાં એક જ આશા સાથે કે, હું તારી તાકાત છું. પણ ક્યાંક હું તને કમજોર તો નથી પાડતીને કાન્હા? બોલ ને કાન્હા... સમયની લહેર સાથે આ રાધાને ચાલવું પડ્યુ છે, પણ દિલના એક ખુણે તને મહેફૂસ રાખ્યો છે. પાષણ ન બનીશ.. વાંસળી ના સૂરની આ રાધા ને તો જરુર છે જ.. ભલેને આજીવન કદાચ મિલન ન થાય.. પણ તારો એક એક શબ્દ મને મુસ્કાન આપી જાય છે.
- રાધા તારા દીલનો કટકો