તું મારી જિંદગી માં આવી અને મારી જિંદગી બદલાઈ ગઈ..
કોઈ ની પણ પરવાહ ન કરવા વાળી હું.. તારી પરવાહ કરતી થઇ ગઈ..
પોતાની મસ્તી માં મસ્ત રહેવા વાળી હું.. તારા તોફાનો સહેતી થઇ ગઈ.. મારી જિંદગી બદલાઈ ગઈ..
તું રડે તો રડતી અને તારા હસવા સાથે હસતી થઇ ગઈ..
મને થોડુંક પણ વાગે તો રડી પડતી હવે મારી પરવાહ નથી..તને થોડુંક પણ વાગે તો જોઈને રડતી થઇ ગઈ.. મારી જિંદગી બદલાઈ ગઈ..
મારા માટે ખરીદતી મેકઅપ, લિપસ્ટિક, મસ્કરા.. હવે તારા માટે ખરીદતી થઇ ગઈ..
રાખતી ફક્ત મારા જ કપડાં અને ફેશન નું ધ્યાન..હવે તારા કપડાંનું પણ ધ્યાન રાખતી થઇ ગઈ.. મારી જિંદગી બદલાઈ ગઈ..
પોતે તૈયાર થવામાં કલાકો કાઢતી..હવે તને તૈયાર થવામાં કલાકો કાઢતી થઇ ગઈ...
તું જ મારી ખુશી.. તું જ મારી જિંદગી નો આધાર.. તું જ મારી તાકાત.. અને તું જ મારી કમજોરી થઇ ગઈ.. મારી જિંદગી બદલાઈ ગઈ.. #MD_Mit