આજે રીબાય તારા બાળ,દયા કરી તું ઓ માઁ ભવાની,
મારી કલમમાં રહે સદાય ઓ માતા, દેશપ્રેમની વાણી.
તારા રૂપે લડી રહ્યા છે આજ ડોક્ટર, પોલીસ ને નર્સ,
રક્ષણ કરજે એ તારા રૂપનું ઓ માતા મારી મહાકાળી.
સ્વર્ગના દેવતા જ્યારે થયા હતા પરાસ્ત આક્રંતાઓથી,
એ તમામ સમસ્યામાંથી હે માતા પૃથ્વી તમે ઓગારી.
રક્તના ખપ્પર તને ચડાવે છે રોજ મારા દેશના જવાન,
રાખી પૂજા થાળીમાં મસ્તક પોતાનું તારી આરતી ઉતારી.
આ દિવસો તારા પૂજાના છે, તો અર્ચના કરે છે મનોજ,
કરજે રક્ષા મારા દેશનું એ ભગવતી, તારી કૃપા છે ન્યારી.
મનોજ સંતોકી માનસ