અકથિત આ વાત છે હદયની મારી
પ્રેમ નથી તને જો સંગાથ મારી
હદયથી કથન કર્યું શબ્દોમાં લોહી રેડી મારી
છતાંય શબ્દો કેમ ન આવે હદયમાં ભરાઇ તારી
માનું ન સાથ તારો સંગાથ મારી
તો કેમ આ હૈયું ન માને લાગણીઓ તારી
દૂર જવા મથું એ પ્રભુ પ્રાથના કરી
પણ કેમ ફરી ફરી જોડે એને હદય સંગાથ મારી
ન ગમે દુજ સંગાથ એની કિલાકારી
માનું કે નથી જીવન સંગાથ મારી
તો કેમ હૈયું રડે આંસુ ભરી મારી
કહ્યું ખરી શબ્દોમાં રાખી મારી
તો કેમ ચુપ થઇ ફરી એ જિંદગી મારી
ન જીવવું એ પ્રભુ મને સંગાથ તારી
મિત્ર બની તે જ કર્યા હૈયા ભારી
ક્યાં હતું આ લાગણીઓનું પાન હરી હદયે મારી
તો કેમ આપ્યું આ પ્રેમનું બીડું હૈયે મારી
જીવી શકું એ પ્રભુ રંગ રાખ હરી
કે મરી જાઉં આજે જ અહી ફરી
ન સહેવાય એ પ્રભુ કસોટી તારી
બસ માફ કર એક છુટકારો આપ અહીં કરી
સાધુનો મારગ હતો તુજ સંગાથ મારી
પ્રભુ કેમ કસોટી કરી હૈયૈ પ્રેમ આપી મારી
માન્યું સંસારની કોઇ વૃત્તિ મારી
તે જાણી ન કર્યું સાધુ પ્રભુ ભજવા તારી
આપી પ્રેમ મુજને કેમ હવે કરે હૈયા ભારી
કઇક તો કહે એ પ્રભુ કેમ કસોટી કરી આવી મારી
રસ્તો તો આપ્યો પણ ચાલવાનું ન આપ્યું હૈયું મારી
આગળ વધુ અટકાવે ફરી ફરી
ને પ્રેમ ચાહું તો કેમ ન વધે આ વાત આગળ હરી
માફ કર એ પ્રભુ મને બસ બંધ કર કસોટી મારી
કા હૈયૈ છોડ આ શ્વાસ મારી....
આ અકથિત વાત રહી હદયની મારી
કથન કરી છતા અકથિત રહી તેની હદય મારી
#અકથિત