Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખુશ રહેવાની ચાવી: સપના
દરેક માણસનું જીવનમાં કોઈ ને કોઈ સપનું હોય છે. કેટલાકનું બહુ મોટું તો કેટલાકનું નાનું પણ સપનું તો હોય છે. આ દુનિયામાં સપના વગરનો માણસ મળવો મુશ્કેલ છે!
મોટા મોટા સપના તો સૌ જુએ અને એ માટેની મહેનત કરી સફળ પણ થાય આપણે એમની વાત નથી કરવી. એમને હાલ બાજુએ મૂકો. મારે વાત કરવી છે નાના નાના સપનાની...
કેટલાક સાવ નાના પણ અણમોલ ખુશી આપી જાય એવા સપના જેવા કે, મારા ઘરે ચકલી માળો બાંધે અને એમાં બે બચ્ચા જનમ લે. જે આખો દિવસ “ચી..ચી...ચી..ચી.." કરીને ઘર ભરી દે! મારા કુંડામાં લગાવેલ છોડ ઉપર એકસાથે ઘણી બધી કળીઓ ખીલી ઉઠે. સફેદ, ગુલાબી, પીળા રંગના જથ્થાબંધ ફૂલો! રાત્રે તારા ભરેલા આકાશનો, તો દિવસે આવતા/જતા સૂરજનો ફોટો પાડી લો અને એને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરો. જુઓ કેટલી લાઈક્સ આવે છે અને જે પણ પરિણામ આવે એનાથી હરખાઓ! કયારેક પરિવારની સાથે બસ એમ જ કોઈ કારણ વગર કેક કાપીને ખાઓ કે આઇસ્ક્રીમ પાર્ટી આપો! તમારા ઘરના વડીલને એમને ગમતી વસ્તું ગિફ્ટ કરો! તમારા લાઇફ પાર્ટનરને ચિઠ્ઠી લખો, એમાં ‘આઈ લવ યુ' લખો પછી મજા જુઓ...
આ બધા સપના કંઈ એટલા મોટા તો નથી જ કે જેને પૂરા ના કરી શકાય! બની શકે તમારા સપનાનું લિસ્ટ મેં જણાવ્યું એના કરતાં થોડું અલગ હશે પણ એનાથી ફરક શું પડે છે? એ તમારું સપનું છે અને એને સાચું પડવા શું કરી શકાય એ તમારે વિચારવાનું છે. આ નાની નાની સફળતા તમને ખુશી તો આપશે જ એ સાથે તમારામાં એક વિશ્વાસ જગાડશે. આગળ થોડા મોટા સપના જોવાનો અને એ પુરા કરવા પ્રયત્ન કરવાનો.
કયારેક એમ થાય કે મારે હવે જીવનમાં કશું જ નથી જોઈતું. મારે જે જોઈતું હતું એ બધું જ મેં મેળવી લીધું તો જરાક તમારી આસપાસ નજર દોડાવજો. કોઈક ને કોઈ એવું જરૂર મળી આવશે જેને તમારી મદદની જરૂર હોય એના કેટલાક જરૂરી સપના પૂરા કરવા!
ટુંકમાં નાના નાના સપના જુઓ અને એને પૂરા કરી ખુશ રહો, સિમ્પલ!

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111390753
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now