"વાહ રે જિંદગી !!"
વાહ રે જિંદગી તું તો અવનવી પરીક્ષા અપાવે છે
એક રિજલ્ટ પેલા બીજી પરીક્ષા આવી સતાવે છે
લાગણીની બરણીના ઢાંકણાતો બઁધ જ રહી જાયઃ
અસહ્ય હોવા છતાંય માનવી ક્યારેક બધું સહી જાયઃ
ચપટીક સ્નેહ માટે તું કોઈકને ખોબે ખોબે રોવડાવે છે
જેટલી મોટી આશા અપેક્ષા એટલાજ તું વધુ દોડાવે છે
જોવા માટે જે પળ ની જલ્દી છે એ જાજી દૂર જતી રહે
નથી ઇચ્છતા આવે સામે એ ક્ષણ આવી પડખે ઉભી રહે
સુખ દુઃખ તો ચાલ્યા રાખે પ્રત્યેક માનવીના જીવન માં
પણ એજિંદગી આશાનું ફૂલ ખીલ્યું રાખજે આ ઉપવન માં
jigna.r.rabari.