#અકથિત
ભૂલથી થયેલા સ્પર્શમાં પણ એક લાગણી જન્માવી દે એવી છે તું!
તારી #અકથિત વાતોમાં પણ મને મુંઝવી દે એવી છે તું!
તારા હોઠોની ભીનાશ મને તરસાવી દે એવી છે તું!
તારા મીઠ-મધુર શબ્દોમાં મને નિ:શબ્દ કરી દે એવી છે તું!
તારા અજાણ્યા આલિંગનમાં હું મોહી પડું એવી છે તું!
મારા પ્રેમના શોધનો અંત કરી દે એવી છે તું!
જીવનના આ મોહમાં તારો આજીવન સંગાથ,
માણી શકું એવું મારું પ્રેમપાત્ર છે તું!!!