#નરમ
નિહાર સાથે ભાગીને લગ્ન કર્યા પછી થોડાક જ સમયમાં વિહાની ને સમજાઈ ગયુ કે પોતે કેટલી મોટી ભૂલ કરી બેઠી છે?
એ ઘરે પાછી આવવા માંગતી હતી. મમ્મી પપ્પા તો નહી માને પણ રેવાબા,,, છેલ્લે છેલ્લે વિહાની એ રેવાબાની આંખો માં જોયેલી નરમાશ, એમનું એ જ નરમ દિલ.
અને વિહાની ના ચેહરા પર આશાનું એક કિરણ ઝળહળી રહ્યું.