જ્યોતિષ પ્રમાણે શનિ એક એવો ગ્રહ છે જે સૌથી વધુ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. શનિ જો અશુભ પ્રભાવ આપનારો હોય તો અન્ય શુભ ગ્રહોના પ્રભાવને પણ ઓછા કરી દે છે કે સમાપ્ત કરી દે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ વિપરિત ફળ આપનારો હોયતો તેની માટે કોઈપણ કામમાં સફળતા પ્રાપ્ત કરવી મુશ્કેલ બની જાય છે.
શનિદેવ કોઈપણ વ્યક્તિના સારા-ખરાબ કર્મોનું ફળ પ્રદાન કરે છે. સાડાસાતી અને ઢૈય્યાના સમયમાં જે વ્યક્તિ જેવા કર્મ કરે તેવા જ તેને પરિણામ પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિને શનિને લીધે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો જ્યોતિષમાં અનેક ઉપાય બતાવ્યા છે. આ ઉપાયોમાંથી એક છે કે શનિવારના દિવસો લોખંડના વાસણમાં ખાવામાં આવે.
શનિવાર શનિનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે શનિની વિશેષ પૂજા અર્ચના કરવાથી તેમની ઝડપથી કૃપા પ્રાપ્ત થાય છે. તેની સાથે જ શનિની પ્રિય ધાતુ છે લોખંડ. આથી લોખંડના વાસણનો ઉપયોગ કરવાથી શનિની કૃપા પ્રાપ્ત થાય છે. શનિના દિવસે એક ટાઈમે લોખંડના વાસણમાં ભોજન કરી શકાય છે. વાસણ એકદમ સાફ અને સ્વચ્છ હોવા જોઈએ.
તમે ચાહો તો લોખંડની વસ્તુનું દાન પણ શનિવારે કરી શકો છો.