👉સાહિત્યના સરતાજ👈
ગુજરાતમાં અત્યારે સાહિત્યકાર, લેખક અને કવિઓ ઉભરાય રહ્યા છે અને એમનો ઉભરો પણ પોતાના લખાણ કરતા વધુ છે. બે શબ્દો બોલતા કે લખતા આવડી ગયા એમાં તો પોતે કવિ કાલિદાસ હોઈ અને અમે ગંગુતેલી એવો ભાવ પ્રગટ કરતા હોય છે. અહીં સુધી હોઈ એતો બરોબર છે પણ એક લેખિકા તો એવી ચડી છે કે જો જરાક છીંક આવે તો પણ એના ભક્તો "વાહ માતે વાહ માતે..." નો હર્ષનાદ કરવા લાગે છે.
જેમને સાહિત્યના "સ" સાથે લેવાદેવા નથી એ લોકો આજે મેળા કરવા લાગ્યા છે. લ્યા ભાઈ રાજસ્થાનમાં થતા પશુમેળા નહિ. તમે પણ ઘણું આગળનું વિચારી લ્યો છો. જૂનાગઢમાં થતા મેળાની વાત કરું છું. અને તમે બધા જાણો જ છો કે હું અહી ક્યાં મેળાની વાત કરી રહ્યો છું. એક લેડીસ જે પોતાના જીસ્મની નુમાઇસ કરી જવાન છોકરાને પોતાની તરફ આકર્ષિત કરી વાહ વાહી પામી જાય એ અત્યારેના સોસીયલ મીડિયા ખૂબ નાની જ વાત છે. એમાં ભી એને બે શબ્દો લખતા આવડતા હોઈ તો પછી વાત જ ન પૂછો, હજારોની સંખ્યામાં ભક્તો હાજર જ થઈ જાય.
અત્યારે અમુક લોકોને એવું છે કે અમે સાહિત્યની સેવા કરી રહ્યા છીએ. અરે બની બેઠેલા સેવક પહેલા ગામના લોકો જે રૂપિયા માંગે છે એ પાછા આપી દ્યો તો ભી એ સેવા જ છે. જે સાહિત્યનું સર્જન જીવનના નિચોડ માંથી થયું છે એ સાહિત્યને કે એ રચનાને આવા તકવાદી લોકો પોતાની મહાનતા દર્શાવવા એસીમા બેસી સમજાવશે કે સાહિત્ય શુ છે? અલ્યા પહેલા ઘરમાં ધ્યાન આપો, ઓલો બિચારો બટકી ગયો એટલે કશું બોલી નથી શકતો. ગામના ચાર પાંચ રખડતા ભૂંડને બાંધી એવું સપનું સેવી રહ્યા છે કે જાણે એના ઉપર જ પુરી દુનિયાની ધૂરા છે. પણ એ ભૂંડ છે અને એની ઔકાત ફક્ત પછવાડે ઉકરડા ભમભોળવાની છે, ગટરમાં રહેતા ભૂંડને ગિરનાર ક્યારેય શોભતો નથી. ત્યાં તો કામવાસના અને તમામ ઈચ્છા ને છોડી ફક્ત પોતાના નિજાનંદમાં લીન પવિત્ર આત્માઓ શોભે.
એક ભાઈએ તો જાહેરાત કરીને ફલાણા ભગતના ભજનને સમજવું હોઈ તો ભૂંડની સભામાં આવો, મેં કહ્યું " એસીમાં બેસી સમજાવશે કે પછી એ ભગતે જ્યાં, જે સ્થિતિમાં અને જે જગ્યા પર ભજન લખ્યું છે એ સ્થિતિમાં એ જગ્યા પર જઈ સમજાવશે?" કોઈ જ જવાન ન આવ્યો. પોતાની વાહ વાહી કરવા માટે નિજાનંદમાં લખેલા ભક્તોના ભજનોનો ઉપયોગ કરી પોતાનું નામ મોટું કરવામાં વ્યસ્ત પ્રજાતી જો એ ભજનની ફક્ત એક પંક્તિ સમજી જાય તો આ ફોલોઅર્સ માટે નુમાઇસ ન કરવી પડે.
સાહિત્ય કોઈપણ રાષ્ટ્રનો આધારસ્થંભ છે. એને મામુલી અને ગટરછાપ જીવાત સ્પર્શ પણ નથી કરી શકતી. એટલે સાહિત્યના આવરણ ઓઢી તમે ખેલ કરી શકો ક્યારેય એ લેવલ પર નહિ પહોંચી શકો. એને માટે તમારે તમારા અહંમને એકબાજુ વિસર્જિત કરવો પડશે. ત્યારે જ એ લેવલ સુધી પહોંચી શકશો.
ખૈર, તો ભૂંડ જ્યાં એકત્ર થાય એને મેળો કહેતા નથી, બે શબ્દો લખનારને સાહિત્યના સરતાજ કહેતા નથી.
✍️મનોજ સંતોકી માનસ✍️