ખોરિયાં માં જીવ છે ત્યાં સુધીની છે માયા
મરી જનાર પાછળ કોઈ મરતું નથી આયા
ડોળ બધો છે દેખાવનો મરનાર પાછળ વિધિ
બસ સમયે યાદ કરીને આંખો લૂછી નાંખે સીધી
કુવા માં પડેલ જોઈ પોતાનાને કોઈ ખાબકે છે
અહીં તો માનવી સ્વાર્થ માટે બધાય ભાટકે છે
હા આંખ સામે રડતા જોઈ ક્યારેક રડી લેતો હશે
પછી ક્યારેક સમય માંડ મળશે ત્યારે કબરે જઈ આવશે
દિવસ વીતશે કામ વધશે પછી નઈ રે યાદી જાનારની
પછી કેહેશે કુદરતને કોણ પોંચે આ કામગીરી કિરતારની
વર્ષ થતા વેદના ઘટશે બે વર્ષે બહાર જતા થશે
ક્યારેક કામમાં ને ક્યારેક દોડધામમાં ભુલાઈ જશે
વર્તમાન માં તો વાતું ઘણી થાય અંતે ખબર પડે
જોવે નઈ જાનાર તો પણ પાછલાની આંખે કદર ચડે
ગયા પછી વખાણ જાજા જગતમાં જીવતા ન જાણે કોઈ
કરે અફસોસ જાનાર નો પછી આંખો સુજાડે રોઈ રોઈ
jigna.r.rabari