Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ કારણે લાગતી હોય છે નજર, તેને દૂર કરવાનાં આ છે ઉપાય

દુનિયામાં 3 પ્રકારની ઊર્જા કામ કરે છે- સકારાત્મક, નકારાત્મક અને ઉદાસી. આ ઊર્જા આપણી માનસિકતા, વ્યવહાર, આદત અને શબ્દો દ્વારા બને છે. આપણા શરીરમાં અને ઘરમાં સામાન્ય રીતે સકારાત્મક ઊર્જા હોય છે. જ્યારે કોઇનાં વિચાર, સ્વભાવ અને સમ્પર્ક દ્વારા આપણા ઉપર અસર પડે છે તો આપણે તેને નજર લાગવી કહીએ છીએ. નજર લાગવાથી આપણા સ્વાસ્થ્ય, વિચાર અને પ્રગતિ થોડાક સમય માટે બગડે છે. આને કારણે અચાનક આપણી સાથે ખરાબ થવા લાગે છે.
ઘરમાં નજર દોષ હોવાથી ઘર વગર કારણે ભારે લાગે છે. ઘરનાં લોકોમાં અંદરો-અંદર ઝઘડા અને નારાજગી વધે છે. ઘરમાં બીમારીમાં પૈસાનો વ્યય થાય છે અને રોજગારમાં વારંવાર ઉતાર-ચઢાવ રહે છે. આના ઉપાય માટે ઘરમાં વગર કારણનો કચરો અને બિનજરૂરી સામાન ના રાખવો જોઇએ. ઘરનાં પૂજા સ્થાન પર રોજ સાંજે દીવો કરવો જોઇએ. ઘરમાં રોજ સવાર-સાંજે ગુગળ અને ચંદનની અગરબત્તી કરવી જોઇએ. ઘરનાં દરેક રૂમનાં દરવાજા ઉપર લાલ રંગનો સ્વસ્તિક બનાવવો જોઇએ. અઠવાડિયામાં એકવાર ઘરમાં કીર્તન, ભજન જેવા ધાર્મિક પાઠ કરવા જોઇએ.

રોજગાર પર નજર દોષ હોવાને કારણે નોકરી વારંવાર લાગે છે અને છૂટે છે. લાંબા સમય સુધી નોકરી વગર રહેવું પડી શકે છે. તો ધંધા પર નજર દોષનાં કારણે ધંધો એકદમ ઠપ્પ થઇ જાય છે. વગર કારણે એમ લાગવા માંડે છે કે રોજગાર બંધ થઇ જશે.

જો કોઇ વ્યક્તિ પર નજર લાગે તો તે વગર કારણે બીમાર રહે છે. બીમારીનું કારણ અને ઉપાય સમજમાં આવતા નથી. વ્યક્તિનું મન વગર કારણે અશાંત અને ખરાબ રહે છે. તો ક્યારેક ક્યારેક વ્યક્તિ પોતાના સંબંધો અને ચીજોને જાતે જ ખરાબ કરવા લાગે છે.
જો આવું થાય તો તમારા થોડાક વાળ કાપી લેવા અથવા દાઢી કરી લેવી જોઇએ. ત્યારબાદ કેવડાનું પાણી નાંખીને સ્નાન કરવું જોઇએ. લાલ મરચાનાં એકાદ બીજને ચાવવું જોઇએ. નજર દોષથી હંમેશા બચવા માટે ચંદનની સુગંધનો ઉપયોગ કરવો જોઇએ અને ઘરની બહાર નીકળતી વખતે ગોળ ખાઇને નીકળવું જોઇએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111387534
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now