Gujarati Quote in Poem by Pankil Desai

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

'દીવો'.... રાષ્ટ્રભક્તિ નો...

આકારમાં હું નાનો,
દિવ્યતા માં હું કૃષ્ણ કાનો.

ઇન્દ્રધનુષ સમ , નયનરમ્ય તેજોવલય ,
અલૌકિક મારી ઊર્જા, હું પણ 'હિમાલય' .

જેટલાં માણસ , એટલાં મારાં નામ ,
બધાની હાજરી પુરું, ભજે કૃષ્ણ કે રામ .

અજરામર વ્યક્તિત્વ મારું, અતિપ્રાચીન અસ્તિત્ત્વ નો સાક્ષી ,
ફેલાવું સકારાત્મકતા ની ફોરમ ,અંધકારને ભક્ષી .

'પ્રધાન સેવક' નો ઉદ્દેશ પવિત્ર , દેશ કાજે 'દીવો' એકતાનું પ્રતિક,
'માણસાઈના દીવા' પ્રગટાવો , નાસ્તિક હોવ કે આસ્તિક.

પ્રથમ સોપાન માં થાળી-તાળી, શંખ અને ઘંટારવ નો કર્યો 'ત્રિપુંડ' ,
બીજો આવ્યો અવસર જ્યારે , સર્જાયો દીવા નાં સાગરનો પ્રભાપુંજ .

આધ્યાત્મિક બળ નાં દીપક સમા , ગીતા અને માનસ,
રાષ્ટ્રીય એકતા ની મશાલ ધરી , ઊમટ્યું દેશનું જનમાનસ .

આબાલવૃદ્ધ સહુ કોઈ , દેશની રક્ષા કાજે લડવૈયા ,
ધન્ય થયો એ દીવો આજે , આ સેનાનો એ સેનાપતિ .

મુશ્કેલીમાં મૂકાઈ અધ્યાત્મ ભૂમિ , આ ઋષિઓની ભૂમિ ,
દીવડાં નાં તાંતણે રક્ષાસૂત્ર બન્યું , ને ગૂંથવા એને લાગણીની રમઝટ જામી .

મનોબળ અને મક્કમતા જોઈ ,
બાળભૂજા પણ વજ્ર સમાન લાગી ,
ક્ષણભંગુર મટી એ , બન્યો આજે 'અખંડ દીવો' ,
માતૃભૂમિ ભક્તિનાં એ દીવાને , આજે સમગ્ર ભારતની ઉંમર લાગી .
.
.
.
✍🏼.. પંકિલ દેસાઈ

Gujarati Poem by Pankil Desai : 111387212
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now