#પ્રારંભ
હા હું જ પ્રિયંકા અને હું જ નિર્ભયા છું
હું છોકરી છું કે પછી રમકડું છું
પીંખી ને મને ફેકી દીધૂ હું પણ માણસ છું
ઈચ્છા પૂરી થઈ ગઈ તો ફેકી દીધી હું પણ માણસ છું
જીવતી સળગાવી દીધી મને પણ દર્દ થાય છે
ક્યારેક નજરો થી તો ક્યારેક શરીર થી અમારા પર બળાત્કાર થાય છે
શું વાંક હતો મારો તો અમને આમ મરાય છે
જુલમ સહન કરીએ તો પણ અમારા જ મો કેમ સિવી દેવાય છે
રાત ના બારે નાં નીકળ તું છોકરી છે
કપડાં સરખા પેર તું છોકરી છે
થોડું સહન કર તું છોકરી છે
કોઈ છેડે તો જવાબ ના આપ તું છોકરી છે
ક્યાં સુધી ઘવાશે આવી રીતે છોકરીઓ
આવી રીતે મારવા વાળી નાતો નિર્ભયા પહેલી ના તો પ્રિયંકા છેલ્લી છે
વાંક નથી કપડાં નો..
વાંક તો છે ગંદી સોચ નો
ખબર નઈ કેમ મીણબત્તી પકડતા કોણે પકડવતા શીખવાડી
નારી નાં સન્માન માટે લંકા દહન અને મહાભારત ની સંસ્કૃતિ છે અમારી