બસ...
એક વાર ટહેલ નાંખી તો જો!!!
ભુલી ગુમાન તારું,
હાથ બઢાવી તો જો!
શિશ તારું નમાવીને
એને સાદ પાડી તો જો!
વળીને તારા માંહ્યલા તરફ,
માર્ગ તારો બદલી તો જો!
“નવી” વિચારધારા બદલીને,
“જુની” એ કેડીએ ચાલી તો જો!
બુઠ્ઠી એ તારી લાગણી ઝંઝોળી,
મૌનનો સંવાદ સાધી તો જો!
ખુબ દોડ્યો મૃગ જળ પાછળ,
પ્યાસ હવે બુઝાવી તો જો!
છોડી ડીજીટલ પાશ
દુનિયાને પરખી તો જો!
જિંદગી આખી ભેગું કર્યું બેશરમીથી,
ખોલી મુઠ્ઠી કશુંક આપી તો જો!
સર્વે જીવોને ઈશ્વર ગણી
થોડી માણસાઈ બતાવી તો જો!
જગન્નિયંતા ને એક વાર હાથ જોડી ,
માફી એક વાર માંગી તો જો!
તું માલિક નહીં, છે એક તુચ્છ માનવી,
દોરીસંચાર હવે “એને “આપી તો જો!
લડાઈ નહીં હવે “એની” સાથે,
શરણાગતી સ્વીકારી તો જો!
હાથ તારો એ જરુર ઝાલશે
પ્રેમ થી બસ...
એક વાર ટહેલ નાંખી તો જો!!!
Neha Desai (New Jersey) 🙏🏻