શતરંજ જ્યારથી શરૂ થાય અને રમત ખતમ થાય ત્યાં સુધી રાણી રાજાની પડખે જ ઊભી રહે છે.જ્યારે 'Check' અપાય છે ત્યારે પણ જો રાણી હોય તો એજ બચાવે છે.જો રાણી ન હોય તો રાજાને હરાવવો બહુ સહેલું થઈ જાય છે.એવી જ રીતે આપણી જીવન-સંગિની પણ રાણી જ છે જે આપણી દર મુસીબતમાં કાયમ આપણી સાથે ઉભી રહે છે આપણો સહારો બનીને.રાણી વગર રાજા કાયમ અધુરો જ હોય છે માટે જ રાણીના અવસાન બાદ એ કદાચ બીજા લગ્ન કરે પણ રાણી પુનઃલગ્ન કરવાનું કદાચ નહીં વિચારે જેમ કે રાણી લક્ષ્મીબાઈ સતી નહોતા થયા અને ન તો ફરી લગ્ન કરે છે.જો આપણે જીવનસંગિની પાસેથી રાણી બનવાની અપેક્ષા રાખતા હોય તો પહેલાં આપણે એ વિચારી લેવું જોઈએ કે શું આપણે રાજા છીએ અથવા તો એના જેવા ગુણો ધરાવીએ છીએ આપણે?આપણી ભારતીય સંસ્કૃતિમાં રાજાનું આગવું મહત્ત્વ છે પણ ખરા અર્થમાં તો રાણીનું મહત્વ હોવું જોઈએ જે વાંક નથી તો પણ રાજાની પાછળ સતી થઈ જાય છે.
રાણી(સ્ત્રી) નથી તારું મહત્વ ઓછું,
જણાય તને જ્યાં એવું કે નથી કોઈ તારી મહત્તા,
તો ધારણ કરી લે રૂપ રાણી લક્ષ્મીબાઈનું,
અને અન્યાય સામેની તારી લડાઈ તું જ લડી લે,
કોઈ ભલે ન આપે સાથ તારો પણ જો તું હો સાચી,
તો તારી હિમ્મત નહી તૂટે લડવાની!
#રાણી