કોઈ પુકારે મને, તો તારો સાદ સંભળાય છે.
વાતો કરે તારી, તો મને ગઝલ સંભળાય છે.
તું શું જાણે? કે, હું કેટલી કદર કરું છું તારી,
ઉદાસીમાં મને તારું મૌન પણ સંભળાય છે.
તું એમ વર્તે છે, જાણે કોઈ વાર્તાલાપ થયો નથી,
મને તો હજી પડઘા તારી વાતોના સંભળાય છે.
કલ્પના કરું કે, તું આવતી હો મારી જિંદગીમાં,
અદભુત તારા ઝાંઝરનો ઝણકાર સંભળાય છે.
ફક્ત મેં લખી આ ગઝલ તને સંભળાવવા માટે,
તું એટલું બતાવ કે, તને મારી ગઝલ સંભળાય છે?