happy dr.day
સવારના ૩ મોટા ઓપરેશન, અતિ વ્યસ્ત ઓ.પી.ડી, અને જનરલ વોર્ડનાં ૨ રાઉન્ડ પછી ખુરશીમાં બેસીને બપોરનાં ન જમી શકાયેલા ટિફિનના ડબ્બા સામે જોતા જોતા સર્જન સિતાંશુએ સાંજના સાડા સાત વાગે સેલફોન ઉપાડ્યો. જોયું તો અનીતાના સવારથી સાત મિસ્કોલ. ડૉ.સિતાંશુ એ સામેથી કોલ કર્યો. સામેથી મીઠો છણકો આવ્યો.. "આજનાં દિવસે તો થોડો સમય કાઢો સાહેબ..આજે શું છે યાદ છે ? ચાલો હું જ જણાવી દવ... હેપ્પી ડોક્ટર ડે ભાઈ..." ડૉ સિતાંશુના થાકેલા ચહેરા પર હલકી મુસ્કાન આવી, એ ગળું ખોખારીને બોલ્યા થેંક... ત્યાં તો ધડ દઈને દરવાજો ખોલી અંદર આવેલા નર્સ બોલ્યા..." Sorry for interrupting u sir... પરંતું ડૉ. મહેતાનો ફોન છે સર... It's emergency.... મે કીટ તૈયાર રાખી છે...." ફોન અધુરો મૂકીને ડો. સિતાંશુ ફટાફટ બહાર જવા નીકળી ગયા....
હેપ્પી ડૉ ડે.. ના શબ્દો પાછળ બંધ કેબિનમાં ગુંજી રહ્યા...
Hemin patel.