Gujarati Quote in Thought by Chirag Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👉 " બ્રહ્મચર્યનો અતિરેકભર્યો મહિમા ગવાય છે અને ભોગોને ધિક્કારાય છે.
સાચી વાત તો એ છે કે વિશ્વમાં ક્યાંય નૈષ્ઠિક બ્રહ્મચારીઓનો ભવ્ય ઇતિહાસ નથી.

લગભગ બધા સમ્રાટો પરણેલા હતા અને ભોગો ભોગવતા હતા છતાં બળવાન હતા.
અકબરના હર્મ્યમાં પાંચ હજાર સ્ત્રીઓ હતી છતાં તેણે ભારત ઉપર વર્ષો સુધી રાજ્ય કર્યું હતું.

જહાંગીરને 800 રાણીઓ હતી. નિઝામને અસંખ્ય રાણીઓથી 1800 બાળકો થયાં હતાં. આવા હજારો દાખલા આપી શકાય.

આ બાદશાહો જ્યારે પ્રજા ઉપર જુલમ કરતા હતા ત્યારે કોઈ બ્રહ્મચારી આડો આવ્યો ન હતો. જે આડા આવ્યા તે સંસારી હતા.
શિવાજી મહારાજ, ગુરુ ગોવિંદસિંહજી, ઝાંસીની રાણી વગેરે, બધાં જ સંસારી હતા, પરણેલાં હતાં .

જે શહીદો ફાંસીએ લટક્યા તે પણ મોટા ભાગે પરણેલા અથવા અવિવાહિત હતા.
કોઇએ બ્રહ્મચર્યનો દાવો કર્યો ન હતો. અવિવાહિત રહેવાથી કોઈ બ્રહ્મચારી થઇ જતું નથી. "

Gujarati Thought by Chirag Vora : 111381252
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now