કર્મ, કર્તા, કાર્ય ને કારણ બધાં સક્રિય છે.
નિષ્કામ, સાક્ષીભાવ સાથે કાર્ય સહુ નિષ્ક્રિય છે.
૧૬૦૦૮ રાણીઓ સાથે યદુ વંશ ઉપજ્યો,
બાળ બ્રહ્મચારી તોયે કૃષ્ણ તો નિષ્ક્રિય છે.
અઢાર અધ્યાય સાથે સઘળું જ્ઞાન ગીતામાં કહી,
તોયે પાર્થ નાં સારથી કૃષ્ણ સક્રિય નિષ્ક્રિય છે!....
#નિષ્ક્રિય