#ભૂતકાળ
આજ એની આંખો ખુલે છે ,પરંતુ ચાલવામાં હજી હિંમત નથી. આંખો ખોલીને ચારેબાજુ તે દિવાલોના પ્રત્યેખૂણામાં જોઈને પોતાના તેઓ ભુતકાળને વાગોળે છે.
લગ્નની પહેલી રાત થી લઈને આજ અંતિમ દિવસ સુધી ના દરેક પળ જાણે પાણીના વહેણ ની જેમ વિતિ ન ગઇ હોય! પણ આજે એક એક ક્ષણ પણ મોટી લાગે છે. ઘડિયાળ ના ટકોરા અને કટ કટ કટ.. આવતો અવાજ જાણે ડંખતો ના હોય એવું તેમને લાગે છે.
મનના ભીતરથી સંભળાય છે , "દીકરા" તારે શું ખાવું છે ?તારે શાળામાં જવું છે કે નહીં ? તું આવી ગયો? તું થાકી ગયો હશે ?બધી ચિંતા તેને યાદ આવે છે.
નાની વયમાં વિધવા થવાનું દુઃખ આજ તેને સતાવે છે. બાળક માંટે શું ન કર્યું ? મજૂરી થી લઈને ખેતર ખેડવું, ખેતરમાં વાવવું, પ્રત્યેક ક્ષણ તેની આંખો સામે દેખાતી ન હોય એવું તેને લાગે છે.
ભૂતકાળની એ યાદોમાં તેઓ હંમેશ માટે ખોવાઈ ગયા હતા તેમના શરીરમાં હવે જીવ નથી. આંખો ખુલ્લી ને ખુલ્લી જ છે..!