યાદ છે એ ચડ્ડી પહેરીને શાળા માં જવાના દીવસો, તું હોશીયાર છોકરી અને હું ઠોઠ નિશાળિયો, એ સાતમું ધોરણ, અને એ તારા સપના, તું મારી બેન્ચીસ પર બેસે મારી જોડે વાતો કરે ,તને બોલતી સાંભળતો રહું, તને હસતી દેખતો રહું, બસ દેખતો રહું બસ સાંભળતો રહું, સાથે રમીએ સાથે ભણીએ, કયારે નીશાળે આવું કયારે તને જોઉં, જો ના દેખું તને તો જાણે નીસાળ શુની શુની, કાઈ ગમેજ નહી,
સપનાં માંથી બહાર આવું નો જોઉં કયા ગયું એ બચપન અને કયાં ખોવાઇ ગઈ તું. બસ યાદો રહી ગઈ સમણા રહી ગયાં, દુનિયા બદલાઈ ગઈ તું બદલાઈ ગઈ, મારો ભ્રમ તૂટ્યો અને હું પણ તૂટ્યો, જોયું તારા સવ્પનો અલગ હતા, મહેલોની મોટી દિવાલો, મોટી ગાડીઓ, અને મોટા સહેરોની માયાઓ, કયા એ બધું હું તને આપી શકવાનો હતો, ખુશછુ એ દેખી કે તું આજે ખુશ છે એ બધું પામી, મારો વહેમ હતો કે તું પ્રેમની ભુખી હોઈશ પણ ના એ મારો ફક્ત વહેમ હતો.