નિર્ભયા થી ન્યાય સુધી
નીચલી કોર્ટે જ્યારે ફાંસીની સજા આપી ત્યારે એ લોકો હાઇકોર્ટ ગયા, જ્યારે ચુકાદો એ જ રહ્યો ત્યારે સુપ્રીમમાં ગયા તો પણ નિર્ણય એક જ રહ્યો માત્ર ફાંસીની સજા. એ પછી સુપ્રીમમાં પુન:વિચાર પિટિશન દાખલ કરી જે રિજેક્ટ કરવામાં આવી, એ પછી ક્યૂરેટી પિટિશન દાખલ કરવામાં આવી જેને ફગાવી દેવામાં આવી, એ પછી મર્સી પિટિશન મહામહિમ રાષ્ટ્રપતિને મોકલવામાં આવી એ પણ રાષ્ટ્રપતિએ ખારીઝ કરી. રાષ્ટ્રપતિએ જે કારણે મર્સી પિટિશન ફગાવી એ કારણ ને આગળ ધરી સુપ્રીમમાં ચેલેન્જ કરવામાં આવી પણ કોઈ ક્રિમિયા હાથ ન આવ્યો.
ઉપર લખેલી વિગતો અને તમામ પિટિશન કાનૂની તોર પર કોઈપણ ગુન્હેગારનો હક છે એ હું માનું છું, પણ આ કેસથી માન્યાય સુપ્રીમ કોર્ટને પણ શીખવું રહેશે કે કોઈપણ પિટિશન માટે અમુક મુદ્દતનો સમય નક્કી કરે. નહિતર આવા હેવાનો અને એમના વકીલો કાયદાકીય રીતે કાયદા અને સંવિધાનની ઈજ્જત લૂંટતા રહેશે. આ કેસ ભારતના કાયદામાં રહેલી અનેક ક્ષતિઓ બતાવી રહ્યો છે. જેને દૂર કરવી રહી એવું મારુ અંગતપણે માનવું છે.
હવે એક વાત આરોપીની કરી આપું, આ કૃત્યમાં કુલ છ હેવાનો હતા, વિનય, અક્ષય, મુકેશ, પવન, રામ સિંહ અને એક નાબાલિક. બસની અંદર નિર્ભયનો અવાજ બંધ કરવા માટે રામસિંહ અને નાબલિકે લોખંડની પાઇપથી વાર કર્યો હતો. જેના કારણે એની સ્થિતિ ખૂબ ગંભીર થઈ હતી. ચાર રાક્ષસોને કાલે ફાંસી આપી દીધી છે. પુરી ઘટનાનું પ્લાનિંગ કરનાર રામસિંહ જેલમાં આત્મહત્યા કરી મરી ગયો છે. જ્યારે કહેવાતો નાબાલિક આજે સમાજમાં ફરી રહ્યો છે. જે બાળક હવસખોર હોઈ, જે બાળક ને ખબર પડે કે લોખંડનો પાઇપ મારવા થી અવાજ બંધ થઈ જશે, જે બાળક પોતાના રાજયથી દિલ્હી રોજી મેળવવા આવ્યો હોય, શુ તમે એને બાળક કહેશો...? એ નરાધમને 2015માં જ છોડી મુકવામાં આવ્યો, બે વર્ષની બાલસુધાર ગૃહની સજા કરવામાં આવી હતી. શુ કાયદો આમ જ શ્રેણીમાં વહેંચતો રહેશે...? આવતા સમયમાં એ માણસ આગળ જઈને કોઈ આવી ઘટનાને અંજામ નહિ આપે એની ખાતરી દેશની તમામ જવાબદાર સંસ્થા લઈ શકે છે ખરી...?
સાત વર્ષ ત્રણ મહિના અને ચાર દિવસમાં આ કેસમાં જેટલી ઓન મુદ્દત પડી એ તમામ મુદ્દતમાં હાજર રહેતા અને ન્યાય મેળવવાનો મક્કમ ઈરાદો લઈને જીવતા નિર્ભયાના માતા આશાદેવી ને ખરેખર વંદન અને સલામ કરું છું. ન્યાય માટે અનેકવાર એ દેવી કોર્ટમાં રડ્યા છે. 19 અને 20 વચ્ચે ની ફાંસીની અંતિમ રાતે પણ પટિયાલા કોર્ટમાં અને દેશની સર્વોચ્ચ કોર્ટમાં હાજર રહ્યા હતા. પોતાની દીકરીને ડોકટર બનાવવા માંગતી એક માતા સમાજમાં ફરતા અમુક હરવાનો, નરાધમો અને રાક્ષસોના કારણે દીકરીના ગુન્હેગારને સજા આવવા સાત વર્ષ કોર્ટના ચક્કર કાપતી રહી. અનેક શબ્દોના ઘા પણ એમને જીલ્યા હશે.
(ક્રમશ:)
✍️મનોજ સંતોકી માનસ✍️