Gujarati Quote in Story by Asma Lakhani

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શીર્ષક :અફેર

એ દિવસે એણે કેવી કસકસાવી ને કમર ફરતે હાથ વીટળાવી દીધો કે ભાષા  માટે ચસકવું શક્ય ન બન્યું ,અને એ ખુશ્બુદાર જીવ ને ક્યાં સાચે જ છૂટવું પણ હતું !

ભાષા અને શબ્દ નું મિલન હતું ,શબ્દ પ્રેમ કરતો ભાષા ને ,અને ભાષા ગળાડૂબ હતી શબ્દ ના દરેક અર્થ માં

સાવ ખોટે ખોટી દૂર જવાની કોશિશ કરવાના બહાને ભાષા એ શબ્દ ને બન્ને હાથ થી હળવો ધ્ધકો માર્યો અને તેની સામે નશીલી આંખ કરી કમર છોડી દેવા ઈશારો કર્યો

શબ્દ ક્યાં એમ મોકો ચુકે એટલો ડાહ્યો હતો !અરે એ તો આખે  આખી ભાષા ને પી જવા અધીરો હતો ,એ કેહતો જ કે  ભાષા એ  શબ્દ ને પોતાના માં સમાવવો પડે ત્યારેજ સાહિત્ય રચાય

અને એટલે જ આજે એ પ્રેમ ના  લગભગ અંતિમ  જ મિલન નું સાહિત્ય રચવા તતપર નહીં કટિબદ્ધ હતો ..

ઈશારો કરવા અઘ્ધર થયેલા ચેહરા ને ચુમતો તે અધરો પર અટકી ગયો જેમ ભમરો ગુલાબ નો રસ ચૂસે એમ ભાષા નો પ્રેમરસ બસ .....પી તો રહ્યો ...

ભાષા આજે સાહિત્ય ને સમજવા તડપતી હોય તેમ શબ્દ ને ધ્ધકો મારવા લીધેલ હાથ ને શબ્દ ફરતે વીંટાળી એક અવર્ણનીય  સંવેદના નો સહારો દિલો જાન માં અનુભવી રહી હતી ,

ખુબસુરતી ની મુરત ,ભાષા શબ્દ ની સાદગી અને આકર્ષક વ્યક્તિત્વ ને મનોમન વરી ચુકી હતી ..

શબ્દ નો હાથ ભાષા ના રેશમી વાળ થી ફરતો ફરતો કમર પર આવી અટકી જતો પણ ભાષા તો વીંટળાયેલી જ હતી વેલ ની માફક ..

અચાનક જ ભાષા ના આંસુ નું ટીપું શબ્દ ના ગાલ પર સ્પર્શી ગયું ,શબ્દ સમજી ગયો કે ફ્લાઈટ નો સમય થઈ ગયો છે અને ભાષા કાયમ માટે તેના એનઆરઆઈ પતિ પાસે જતી રહેશે ,

બન્ને ની વચ્ચે ખુબજ વચનો ભર્યું મૌન ,અલગ થયા કઈ ન બોલ્યા અને બસ કેબીન બેગ ખેંચતી ભાષા નજર જુકાવી ઈમિગ્રશન રૂમ તરફ ઝડપ ભેર ચાલવા લાગી એજ બીકે કે જો મક્કમતા તૂટશે તો શબ્દ કેમ કરી છૂટશે ..

આ યાદગાર ક્ષણ ને બન્ને યુવાન પ્રેમી એ વર્ષો સુધી વફાદારી થી દિલ માં સાચવી ...

આજે પણ એ સાહિત્ય એમણે યાદ કરવું નહીં પડતું હોય એતો મોં પાટ હશે ....

એ તૃપ્ત પ્રેમ ની યાદગાર ક્ષણો ને હજી પણ ભાષા " અફેર "શબ્દ સાંભળે ત્યારે મનોમન વાગોળે છે ..શું મારે શબ્દ સાથે અફેર હતું કે બધુજ ફૈર હતું ?

અસ્મા લાખાણી
ભાવનગર

Gujarati Story by Asma Lakhani : 111374673
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now