પૂર્વે એક સમયે ગોલોક મહી,
નારાયણ કહે ઓ રાધારાણી.
એવી અધીરાઈ કેમ આણી.
જરાસી જુદાઈ ના જીરવાણી.
સીતાદેહે સમાયા ધરતી મહી,
પુત્રો પ્રતી પણ દયા ન આણી.
સઘળું સાંભળે રાધા મૌન ધરી
સમય આવે હું બતાવીશ કરી.
ધર્યો માનવદેહે જન્મ ધરા પર
પ્રેમની સાચી પરખ જગને ધરી.
નિત્ય લીલા રહસ્યો કરતો કાનો
રાધાને છેડવા શોધે બહાનાઓ.
કૃષ્ણ તો જાણે સઘળી સ્થિતી,
રાધા પૂર્વથી પુર્ણ અજ્ઞાત હતી.
શતક વિતાવ્યું બન્નેએ વિરહમાં,
દુર રહીને રહ્યાં એકબીજા મહી.
આણ્યો વિરહનો અંત ધરા પર,
પ્રસ્થાન કરી ગયા ગૌલોક ભણી..
જાગૃતિ રાઠોડ.