15 ઓગસ્ટ સુધી દેશની સ્થિતિ ભારેલા અગ્નિજેવી,
છેલ્લા કેટલાક સમયથી દેશની રાજધાની દિલ્હીમાં તણાવ ભરેલી સ્થિતિ છે. ભયંકર હિંસાના કારણે દેશભરમાં દિલ્હી ચર્ચાનો મુદ્દો છે. આ બાબતને લઈને જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક વસ્તુઓ પર ગહન ચર્ચા કરવામાં આવી રહી છે. જ્યોતિષીઓનું માનવું છે કે અમુક ગ્રહ દશાને કારણે આવી સ્થિતિનું સર્જન થયુ છે. દેશમાં હવે ધ્રુવીકરણની જે રાજનીતિ થઈ રહી છે તેનો સમય સમાપ્ત થઈ જશે.
2019માં લોકસભાની ચૂંટણી થઈ હતી ત્યારે ધન રાશિમાં શનિની સાથે કેતુની યુતી ચાલતી હતી. શનિ કેતુની આ યુતી બહુ સમય પછી થઈ હતી. શનિ કેતુ જ્યારે એકઠા થાય રાજનીતિ પર ચોક્કસ તેની અસર જોવા મળે.
24 જાન્યુઆરી 2020માં જ્યારે શનિનું રાશિ પરિવર્તન થયું અને શનિ પોતાની રાશિ મકરમાં પ્રવેશ્યા તેની રાજકીય ક્ષેત્રે અસર જોવા મળી. દેશની હાલત પર ચર્ચા કરવામાં આવે તો ચંદ્રમાં અને શનિની અંતર્દશા ચાલી રહી છે. આ સમય 2 ડિસેમ્બરથી શરૂ થયો છે અને જુલાઇ 2021 સુધી રહેશે. શનિ ભારતની કુંડલીમાં અસ્ત અવસ્થામાં છે આથી થોડા સમયમાં દેશમાં સ્થિતિમાં સુધારો જોવા મળશે.
બૃહસ્પતિનું ગોચર 90 દિવસ સુધી દેશની કુંડળીમાં નવમા ભાવમાં રહેશે આથી નાણાંકીય સ્થિતિ સુધરશે. જુલાઈ 2021માં શનિની અંતર્દશા પુરી થશે તો દેશની ગાડી ફરી પાટા પર આવી જશે.
2020 આખુ વર્ષ અનુકુળ નથી રાજકીય ક્ષેત્રે કંઇક ને કંઈક તો થયા જ કરશે પણ 15 ઓગસ્ટ 2020 સુધી સ્થિતિ વધારે સંવેદનશીલ રહેશે આથી સંભાળીને રહેવુ. મંગળ હાલ કેતુ તથા બૃહસ્પતિ સાથે ધનુ રાશિમાં છે. મંગળ શનિ સાથે 5 મેથી 2020 સુધી રહેશે. મંગળને હિંસા કારક ગ્રહ માનવામાં આવે છે.
18 જૂનથી 15 ઓગસ્ટ સુધી મંગળની દૃષ્ટી રાહુ પર રહેશે આ સમય સરકારે વધુ સાવધ રહેવુ પડશે. ગ્રહ યોગના કારણે અચાનક હિંસા ફાટી નીકળે, દુર્ઘટનાઓ સર્જાય, કુદરતી મુશ્કેલીઓ આવી પડે આથી 2020માં જરા સાવધ રહેવાની જરૂર છે.