કરફ્યુ જેવી સ્થિતિ ચારે તરફ જોઈ યાદ આવ્યું. 1969ના કોમી રમખાણો વખતે આવો કરફ્યુ અમદાવાદમાં લદાએલો. કરફ્યુમાં જો પતિ પત્ની સાથે બહાર નીકળે તો પોલીસ પત્નીના હાથે પતિને અને તેના હાથે પત્નીને તમાચા મરાવતા. ધીમે મારે તો પોલીસ પોતે દાંત હલી જાય એવા મારે. અલબત્ત એ વખતે કાચની બોટલોમાં દૂધ 6 વાગ્યે આવી જતું. શાકવાળા ફેરિયાને અમુક સમય કરફ્યુ પાસ હતો. એ વખતે વધુ ભાવ લઈ લૂંટાય એવો કોઈને ખ્યાલ ન હતો. બે કલાક કરફ્યુ મુક્તિ હતી.
ત્યારે, કોઈ માને? હિન્દુને મુસ્લિમ દ્વારા અને ક્યારેક મુસ્લિમને હિન્દૂ દ્વારા હુમલાથી મોત નો ડર હતો એટલે કરફ્યુ હતો. આજે સહુને વાઇરસથી મોત નો ડર છે. એ વખતે તો યાદ છે કે 12 થી 15 દિવસ કરફ્યુ ચાલેલો.
છેલ્લા 4-5 દિવસ લશ્કરને શહેર સોંપાયેલું. બહાર દેખાય એટલે ઠાર ના આદેશો હતા પણ લશ્કર પકડીને પોલીસને સોંપી દેતું. જેલ થતી.
આજે તોફાનથી બચવા નહીં પણ રોગના ફેલાવાથી બચવા એ દિવસો આવ્યા છે.
નવી પેઢીએ સંપૂર્ણ કરફ્યુ એટલે શું એ નહીં જોયું સાંભળ્યું હોય એટલે શેર.
કહે છે મારા ઘર નજીક રસ્તે નિકળનારા બે ચાર અને દુકાન ખોલનાર થોડા, બે તો લોટની ઘંટી વાળા કહે કે અમે તો કરીયાણા જેવી આવશ્યક સેવા કહેવાઈએ તો પણ તેમને પણ માર્યા.