કોરોના નો ભય ,ડર કે સુ સમજદારી અને સાવચેતી ....(લેખ )
આજે દેશ પર આવી પડેલ કોરોના નામના રોગ ની મહામારી ફેલાય નહીં એ માટે સાવચેતી ના પગલાં રૂપે સરકાર અને તંત્ર દ્રારા ઘણા પ્રયત્નો કરવામાં આવી રહિયા છે .
જેમાં એમને આપણે સાથ અને સહકાર આપવો એ દરેક દેશવાસી ઓની પ્રથમ ફરજ અને જવાબદારી છે જે આપણે બધા એ ભેગા મળી ને સરકાર અને તંત્ર ને સંપૂર્ણ સહયોગ અને સહકાર આપી ને બજાવવાની છે .
નીચે મુજબ ની બાબતો ને ધ્યાન માં રાખી સાવચેતી થી પાલન કરી એ ....
1. પ્રધાનમંત્રી દ્રારા આપેલ તમામ નિયમો નું કાળજી પૂર્વક પાલન કરીએ .
2. પોલીસ તંત્ર કે અન્ય કર્મચારી ઓ ને સંપૂર્ણ સાથ સહકાર આપી એ .
3. સમજ્યા કે વિચાર્યા વિના દેશ નું અહિત કે નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય ન કરી એ .
4. ક્યારે પણ સમૂહ કે એક સાથે બધા ભેગા ન થઇ એ .
5. મળેલ સમય નો સંપૂર્ણ ઉપયોગ કરી પરિવાર સાથે રહી આનંદ માણી એ .
6.પૈસા કમાવવા અને કારકિર્દી બનાવવા માટે પરિવાર અને પરિવાર ના સભ્યો ને જે પૂરતો સમય નથી આપી શક્યા એ આજે આપી પરિવાર પ્રત્યે ની આપણી સંપૂર્ણ ફરજ પુરી કરી એ .
7. આપણો કોઈ અધૂરો રહી ગયેલો પૂરો કરી સમય પસાર કરી એ .
8.જીવન એક જ વાર મળે છે તેનું મહત્વ સમજી એ .
9.દેશ અને પરિવાર ની સલામતી ને પ્રથમ સ્થાન આપી એ .
10. આ દસ નિયમો નું ઈચ્છા એ કે અનીઈચ્છા એ પાલન કરી એ .બને એટલું ઘર માં રહીએ .
દેશ પર આવેલા આ સંકટ ને સાથે મળી સહકાર અને સમજદારી પૂર્વક દૂર કરવાનો પ્રયત્ન કરી એ .કોઈ ખોટી અફવા ઓ કે ખોટી વાતો પર ધ્યાન ન આપી એ .
બસ ,સમજદાર અને સચેત નાગરિક બની દેશ પ્રયત્ન ની આપણી ફરજ પૂર્ણ રૂપે બજાવી એ .
"ઘર માં રહો ,સ્વસ્થ રહો "
ના સૂત્ર નું પાલન કરી એ ....
( હેતલ .જોષી ....રાજકોટ )