#કોરોના_વાઇરસ_પછી_શું ?
હવે જ્યારે બધું સારું થઈ જશે ! (હોપ કે જલ્દી થશે) ભારત કોરોનામુક્ત થઈ જશે! ત્યારે શું? ફરી આપણે એ જ ધર્મ, એ જ જાતિ, એ જ પ્રાંતમાં ફેરવાઈ જઈશું. ફરી દેશમાં એક સળગતો પ્રશ્ન રાજનીતિ ઉભો થશે . ફરી એ જ દેશની અડધી જનતા ક્રિકેટમાં ડૂબી જશે ને અડધી ફિલ્લમમાં ખોવાઈ જશે. અમીરો પાછા પૈસા કમાવવા લાગી જશે ને ગરીબો ઘર ચલાવવામાં લાગી જશે !
બધું એમ જ ચાલવા માંડશે જાણે કશું જ ન થયું હોય! આ દેશની જનતા ન કોઈ સવાલો કરશે ન આ દેશનાં નેતાઓ કોઈ જવાબો આપશે. બધું જેમ ચાલતું આવ્યું છે એમ જ ચાલશે. જનતાનાં પૈસે બેફામ ખોટા ખર્ચા થયા રાખશે, મોટી મોટી મૂર્તિઓ બનવા લાગશે, સારું દેખાડવા બુલેટ ટ્રેન લાવવામાં આવશે, મોંઘેરા વિદેશી મહેમાનોને દેશમાં બોલાવવામાં આવશે, સાહેબો વિમાનોમાં બેસી દુનિયા ભ્રમણ કરવા લાગશે. કશું જ નહીં બદલાય.
પછી ફરી જ્યારે થોડા વર્ષો બાદ કોરોના જેવી કોઈ બીજી મુસીબત આવે ત્યારે ... આ જ રીતે હોસ્પિટલના ફાંફા પડશે! દેશમાં સારી લેબોરેટરીની ખોટ પડશે! સારાં મેડિકલ ઈકવિપમેન્ટ નહીં હોય ! કશું બદલાયું નહીં હોય... કારણ તમે બદલાયા નહીં હોવ. તમે બદલાશો તો કંઈક બદલશે.
એક નાગરિક તરીકે તમે સરકાર પાસે સારી સુવિધા માંગો ... સારી સ્કૂલ, સારું શિક્ષણ માંગો.. સારાં હોસ્પિટલ માંગો... સારાં સંસાધનો માંગો ... સારું ભવિષ્ય માંગો....
આ કોરોનાં જેવી મુસીબતમાંથી કંઈક શીખ લો ... કંઈક પોઝિટિવ વિચારો .. ટાઈમ ઘણો છે આપની પાસે .. ખાલી ઘરે બેઠાં શું કરશો ??
- અરવિંદ